ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી
સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત જોવા મળ્યો હતો. જેના કારણે લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિપક્ષ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે.
જોકે, આજે સંસદની કાર્યવાહી દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હત. પીએમ મોદી ભાજપના સંસદીય દળોની બેઠકમાં આ ટિપ્પણી હતી. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વિખેરાયેલું અને હતાશ લાગી રહ્યું છે. આ સાથે પીએમ મોદીએ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી મોટી ઈકોનોમી બનશે. આ સિવાય વિપક્ષ પર બોલતા તેમણે કહ્યું કે, ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પણ વિપક્ષના મહાગઠબંધનના નામની તુલના કરી નાખી હતી.