સરકારે યુઝર્સ માટે ખતરનાર અકીરા રેન્સમવેર અંગે ચેતવણી આપી

Spread the love

આ વાયરસ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે

નવી દિલ્હી

સરકારે એક વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે અને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ ખતરનાક રેન્સમવેરનું નામ અકીરા છે. આ યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે. જો પૈસા ન આપવામાં આવે તો યુઝર્સને અલગ-અલગ રીતે બ્લેકમેલ કરી શકાય છે. હેકર્સ આ ડેટાને ડાર્ક વેબ પર વેચી શકે છે.

સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે તાજેતરમાં એક એડવાઈઝરી જારી કરીને લોકોને ઈન્ટરનેટ પર આવતા નવા વાયરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ વાયરસ પહેલા વિન્ડોઝ અને લિનક્સ સિસ્ટમ પર ચાલતી સિસ્ટમને ટારગેટ બનાવે છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે રેન્સમવેર ગ્રુપ વીપીએન સર્વિસ દ્વારા પીડિતના કોમ્પ્યુટરના ડેટાને એક્સેસ કરે છે. ખાસ કરીને જ્યાં મલ્ટિલેયર ઓથેન્ટિકેશન સક્ષમ ન હોય ત્યાં ડેટાની ઝડપી એક્સેસ પ્રદાન કરે છે. હેકર્સ હેકિંગ માટે એનિડેસ્ક, વિનરાર અને પીસીહંટર જેવા કેટલાક ખાસ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકે છે. આ ટૂલ્સની મદદથી ડિવાઈસની સંપૂર્ણ એક્સેસ મળી જાય છે, જેની મદદથી હેકર્સ ડિવાઈસને રિમોટલી એક્સેસ કરી શકશે.

પહેલા આ વાયરસ ઇન્ફેક્ટેડ ડિવાઈસમાંથી વિન્ડોઝ શેડો વોલ્યુમને ડિલીટ કરી નાખે છે. આ પછી કેટલીક ફાઇલોને કેટલાક એક્સટેન્શન સાથે ઇનન્ક્રિપ્ટ કરે છે, જેમાં અકીરા એક્સ્ટેંશનનો સમાવેશ થાય છે.

અકીરા વાયરસથી રક્ષણ માટે તે જરૂરી છે કે યુઝર્સ બેસિક હાઇજીનનું ધ્યાન રાખે. પ્રોટેક્શન પ્રોટોકોલનું પણ પાલન કરે. યુઝર્સે ઓફલાઇન બેકઅપ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. યુઝર્સ નિયમિતપણે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરતા રહે.

Total Visiters :155 Total: 1496855

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *