ચીનમાં ભારે વરસાદથી પૂર, બેઈજિંગમાં સૌથી માઠી આસર

Spread the love

બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ, વિશેષત: પશ્ચિમ બેઈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા


બેઈજિંગ
ચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી શરૂ થયેલી એકધારી વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બેઈજિંગમાં તો વરસાદનું જોર અત્યંત વધી ગયું છે. તેથી નદીમાં પૂર આવ્યા છે. અચાનક જ આવેલા પૂરને લીધે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે, ચારે તરફ બધું ખેદાન-મેદાન થઈ ગયું છે.
વિશેષત: તો આ વર્ષા અને આ પુરોની પશ્ચિમ બેઈજિંગમાં સૌથી વધુ માઠી અસર થઈ છે. તેમજ આસપાસના શાંત વિચારો પણ પુરના પાણીથી ઘેરાઈ ગયા છે. પરિણામે અસંખ્ય લોકો ઊંચાણવાળા વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે.
બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ છે.
પશ્ચિમ-બેઈજિંગ તો આ કુદરતના પ્રકોપનો પ્રચંડ માર સહી રહ્યું છે. કેટલાયે લોકો આ પુર-પ્રલયમાં તણાઈ જતી પોતાની મોટરો નિ:સહાય બની જોઈ રહ્યા છે.
બેઈજિંગ અને વિશેષત: પશ્ચિમ બેઈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા છે. બેઈજિંગના માર્ગો અને શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ છે. આ પ્રચંડ પુર પ્રકોપથી નાગરિકો એટલા બધા હેતબાઈ ગયા છે કે તેઓ તત્કાલ કોઈ પ્રતિભાવ પણ આપી શકે તે સ્થિતિમાં નથી.
આ પુરો એટલા પ્રચંડ છે કે બેઈજિંગવાસીઓ ઊંચાણવાળા પ્રદેશમાં પહોંચી ગયા છે અને ત્યાંથી નજર નાખે ત્યાં એક સમયે ‘પોતીકા’ સમાન બની રહેલી જગ્યાઓ તો, તેઓ માટે, પરગ્રહનાં કોઈ સ્થળ જેવી બની ગઈ છે. તેઓના નિવાસસ્થાનો અને માલમિલકત પણ જળબંબાકાર બની ગયા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *