રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી, લોકો સાથે વાત કરી

Spread the love

આઝાદપુર મંડીથી શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો


નવી દિલ્હી
તાજેરતના દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આ વધતા જતા ભાવની વચ્ચે આજે સવારે 4 વાગ્યે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે શાકભાજીના ભાવ અંગે લોકો સાથે વાતચીત પણ કરી હતી.
થોડા સમય પહેલા આઝાદપુર મંડીથી શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો હતો. આઠ મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ ખાલી ગાડી લઈને ઊભો હતો. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ટામેટાં લેવા માટે વહેલી સવારના અહીં આવ્યા છો. ત્યારે તે વ્યક્તિએ જવાબ દેતા કહ્યું હતું કે હા હું ટામેટાં ખરીદવા આવ્યો હતો, પરંતુ ભાવ જોઈને હિંમત નથી થઈ રહી. ટામેટા ખૂબ મોંઘા થઈ રહ્યા છે. ટામેટા 120-140 રૂપિયામાં વેચાઈ રહ્યા છે આના કારણે અમને નુકસાન થશે.
આ વેન્ડરનો વિડીયો રાહુલ ગાંધીએ 28 જુલાઈએ તેના ટ્વિટર પણ શેર કર્યો હતો. સાથે તેણે લખ્યું કે, દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે, જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે. આપણે અમીર અને ગરીબ વચ્ચેની આ વિસ્તરતી ખાઈને ભરવાની છે અને આંસુ લૂછવાનાં છે.
ગયા મહિને તેમણે હરિયાણાના સોનેપતમાં ખેતરોની મુલાકાત લીધી હતી અને મહિલા ખેડૂતોને તેમના ઘરે જમવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. આ સિવાય તેણે ટ્રક ડ્રાઈવરોને પડતી સમસ્યાઓને સમજવા માટે મે મહિનામાં હરિયાણાના મુરથલથી અંબાલા સુધી ટ્રકની સવારી કરી હતી. ઉપરાંત રાહુલ કર્ણાટકના બેંગલુરુમાં ગીગ વર્કસને પણ મળ્યા અને ડિલિવરી પાર્ટનર સાથે સ્કૂટી પણ ચલાવ્યો હતું.
તેમણે વિદ્યાર્થીઓ સાથે લંચ માટે દિલ્હી યુનિવર્સિટીની પીજી મેન્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. બાદમાં યુપીએસસી ઉમેદવારો સાથે વાર્તાલાપ કરવા માટે દિલ્હીના મુખર્જી નગર વિસ્તારની મુલાકાત લીધી અને આ વર્ષે એપ્રિલમાં જામા મસ્જિદ અને બંગાળી માર્કેટ વિસ્તારની પણ મુલાકાતે ગયા હતા.

Total Visiters :121 Total: 1494950

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *