આઈપીએલ-2023માં અનેક રેકોર્ડસ બન્યા

Spread the love

અમદાવાદ
આઈપીએલ 2023નો ગઈકાલે સમાપન થયું હતું. ગઈકાલે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી અને એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈની ટીમ પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું હતું. આઈપીએલની 16મી સીઝનમાં 10 એવા રેકોર્ડ બન્યા હતા, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા. આ સિઝનમાં રનનો ઢગલો થઈ ગયો હતો.
આઈપીએલ 2023માં બનેલા રેકોર્ડસ

  • આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બન્યો હતો. આ સિઝનમાં 1124 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં 1062 છગ્ગા જોવા મળ્યા હતા.
  • આઈપીએલ 2023માં ચોગ્ગાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા હતા. આ વર્ષે કુલ 2174 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં આ રેકોર્ડ 2018 ચોગ્ગાનો હતો.
  • આઈપીએલની 16મી સિઝનમાં સદીનો રેકોર્ડ પણ બન્યો હતો. આ વખતે આઈપીએલમાં બેટ્સમેનોએ 12 સદી ફટકારી હતી. સૌથી વધુ સદી આ વખતે એક સિઝનમાં જોવા મળી હતી. વર્ષ 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી.
  • આઈપીએલની એક સિઝનમાં આ વખતે સૌથી વધુ ફિફ્ટી પણ જોવા મળી હતી. આઈપીએલ 2023માં બેટ્સમેનોએ 153 વખત 50થી વધુ રન ફટકાર્યા હતા. વર્ષ 2022માં આવું માત્ર 118 વખત થયું હતું.
  • એક સિઝનમાં સૌથી વધુ 200 રનથી વધુનું ટોટલ બનાવવામાં આવ્યું હતું. આ સિઝનમાં કુલ 37 વખત 200થી વધુ ટોટલ બન્યા હતા. વર્ષ 2022માં કુલ 200 પ્લસ માત્ર 18 વખત કરવામાં આવ્યા હતા.
  • આઈપીએલની 16મી સિઝનમાં ફર્સ્ટ ઇનિંગનો સરેરાશ સ્કોર 183 હતો, જે આઈપીએલની કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે. વર્ષ 2018માં સરેરાશ સ્કોર 172 હતો.
  • રન રેટના મામલે પણ આ સિઝન ટોપ પર રહી હતી. આઈપીએલ 2023માં બેટ્સમેનોએ પ્રતિ ઓવર 8.99 રનની ઝડપે બેટિંગ કરી હતી. વર્ષ 2018નો સર્વશ્રેષ્ઠ 8.65 રન પ્રતિ ઓવર હતો.
  • આઈપીએલ 2023માં 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો પીછો મહત્તમ વખત કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં 8 વખત ટીમોએ 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. વર્ષ 2014માં આવું એક સિઝનમાં માત્ર ત્રણ વખત થયું હતું.
  • આઈપીએલની એક સિઝનમાં એક જ ટીમના ત્રણ બોલરોએ 25 કે તેથી વધુ વિકેટો મેળવી હતી. આ લીગના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાને આવું કર્યું હતું.
  • આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને પ્રભસિમરન સિંહે આઈપીએલની 16મી સિઝનમાં આ કારનામું કર્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *