પેરેડાઈઝ વાઈલ્ડલાઈફ પાર્કે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે કાયરા એક સન બિયર છે
લંડન
સોશિયલ મીડિયા પર ‘માણસ જેવા રીંછ’નો એક વીડિયો વાયરલ થયા બાદ પૂર્વી ચીનનું હાંગઝૂ પ્રાણીસંગ્રહાલય વિવાદોમાં આવ્યુ છે. ત્યારથી પ્રાણીસંગ્રહાલયે આ આરોપોને ફગાવ્યા છે કે રીંછ વેશભૂષા પહેરેલુ નથી, પરંતુ તે અસલી રીંછ છે. હવે યુકેના પેરેડાઇઝ વાઇલ્ડલાઇફ પાર્કએ પોતાના પ્રાણીસંગ્રહાલયમાંથી આવા જ દેખાતા રીંછનો વીડિયો શેર કર્યો છે.
પેરેડાઈઝ વાઈલ્ડલાઈફ પાર્કે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે કાયરા એક સન બિયર છે. પ્રાણીસંગ્રહાલયે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તમે માનવી જેવા દેખાતા રીંછને નજીકથી જોઈ શકો છો. ક્લિપની શરૂઆતમાં કાયરાને બગીચા જેવા વિસ્તારમાં ફરતુ જોવામાં આવે છે.
આ પોસ્ટને 1 ઓગસ્ટે શેર કરવામાં આવી હતી. પોસ્ટ કર્યા બાદથી આને 34 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી ચૂકી છે. જેની પર ઘણી કમેન્ટ પણ આવી છે.