ડબલ્યુટીસી ફાઈનલ જીતાડીને દેશના પ્રથમ સુકાની બનવાની રોહિતને તક

Spread the love

નવી દિલ્હી
આઈપીએલની 16મી સીઝન પૂરી થયા બાદ ક્રિકેટ પ્રેમીઓની નજર હવે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડબલ્યુટીસીની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલના મેદાનમાં શરુ થશે. આ ફાઈનલમાં રોહિત શર્મા પાસે ઈતિહાસ રચીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક છે.
ભારતીય ક્રિકેટની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાન પર છે. આ બંને ટીમો વચ્ચેની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી શકે છે. આ ફાઈનલ મેચ કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ મહત્વની છે. રોહિત ભલે આ વખતે તેની કેપ્ટનશીપમાં મુંબઈને આઈપીએલ ટ્રોફી ન જીતાડી શક્યો પરંતુ હવે તેની પાસે ડબલ્યુટીસીની ફાઈનલ મેચમાં ઈતિહાસ રચવાની તક છે.
રોહિત શર્મા ડબલ્યુટીસીની ફાઈનલમાં ટીમને જીત અપાવશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે. વિરાટ કોહલી પણ પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે એકપણ આઈસીસી ટાઇટલ જીતી શક્યો નથી. આ સ્થિતિમાં રોહિત પાસે કેપ્ટન તરીકે આઈસીસી ટ્રોફી જીતીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક રહેશે.
રોહિત શર્માનું ફાઈનલ મેચ પહેલા ફોર્મ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. રોહિત આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 20.75ની એવરેજથી માત્ર 332 રન જ બનાવી શક્યો હતો. જો કે શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમ દસ વર્ષથી એકપણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જો કે ટીમ ઈન્ડિયા ઘણી વખત સેમીફાઈનલ કે ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ટાઈટલ જીતી શકી ન હતી.
ડબલ્યુટીસી ફાઈનલ માટેની ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકી), કેએસ ભરત (વિકી), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ
સ્ટેન્ડબાય ખેલાડીઓ
યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *