મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ તંત્રમાં ખળભળાટ

Spread the love

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી

મુંબઈ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરે મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું કે, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર આરોપીની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી કોલરની ધરપકડ કરી લેવામાં આવી છે જેનું નામ પ્રકાશ ખિમાની છે. કોલર મુંબઈના કાંદીવલી વિસ્તારનો રહેવાસી છે અને ત્યાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. 

મુંબઈ પોલીસ કોલ કરવાનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે. જોકે, પોલીસને શંકા છે કે, કોલરે શરાબના નશામાં કોલ કર્યો હતો. 

મુંબઈ પોલીસે જણાવ્યું કે, સોમવારે મોડી રાત્રે આરોપીએ મહરાષ્ટ્ર મંત્રાલયમાં ફોન કરીને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ફોન પર તેણે કહ્યું હતું કે, મુંબઈમાં એક-બે દિવસમાં આતંકવાદી હુમલો થશે. આરોપીની ઉંમર 61 વર્ષની છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *