અમદાવાદ
હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વરસાદી માહોલને વિદ્યાર્થીઓ લોકસાહિત્ય – સંગીતની સાથે માણે – જાણે આ હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ધો.8 થી 12 વિદ્યાર્થીઓની વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

દરેક સ્પર્ધકોએ વર્ષાગીતો અને દુહાઓની રમઝટ બોલાવી માહોલ વરસાદી બનાવી દીધો હતો. આ સ્પર્ધામાં આચાર્યા ભારતી મિશ્રા, કો-ઓર્ડિનેટર ભરત પટેલ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.