અમદાવાદ
વર્લ્ડ સ્પોટર્સ જર્નાલિસ્ટ ડે પર બ્રહ્માકુમારીઝના ગુજરાતના વડા મથક અમદાવાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે બ્રહ્માકુમારીઝ, સુખ શાંતી ભવનમાં યોજાયેલા એક સમારોહમાં પત્રકારોનું પરંપરાગત રીતે ચંદનનો ચાંદલો કરી, ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા બાદ, મોરપિંછ અને ખેસ ઓઢાડીને સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સંસ્થાના માઉન્ટ આબુના નેશનલ કોર્ડિનેટર સ્પોટર્સ વિંગ બીકે ડૉ. જગબીર સિંહે વેલ્યુ બેઝ્ડ જર્નાલિઝમ પર વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત પત્રકારોએ પણ કેટલાક ઉદાહરણ ટાંકીને પત્રકારત્વના પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદના નેશનલ કોર્ડિનેટર સ્પોટર્સ વિંગનાં બીકે ડૉ. નંદીનીબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્થાના મણિનગર સબ ઝોન સંચાલિકા બીકે નેહા દીદીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપી સ્પોટર્સ જર્નાલિસ્ટની કામગીરીને બિરદાવતા નેગેટિવ સ્ટોરીઓ ટાળવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદી, ઉપપ્રમુખ રિપ્પલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલી, રામકૃષ્ણ પંડિત, શૈલેષ નાયક, અલી અસગર દેવજાની, અશોક મિસ્ત્રી, પ્રવિણ આહિર, અધિરાજસિંહ જાડેજા અને જીસીએના મીડિયા મેનેજર જગત પટેલનું સન્માન કરાયું હતું