ટી20માં સુર્યકુમારે 100 સિક્સર પૂરી કરી

Spread the love

ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવ આ કારનામું કરનાર ત્રીજો ખેલાડી


બોર્બાડોસ
ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જોવા મળ્યું હતું. ટી20 સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ 44 બોલમાં 188ના સ્ટ્રાઈક રેટ સાથે 83 રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતીને 5 મેચની સિરીઝને હજુ પણ જીવંત રાખી છે. સૂર્યકુમાર યાદવે 83 રનની પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડવાનું પણ કામ કર્યું હતું.
સૂર્યાએ ત્રીજી ટી20 મેચમાં માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ઇનિંગમાં સૂર્યાએ 10 ચોગ્ગાની સાથે 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પોતાના 100 છગ્ગા પણ પૂરા કરી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવ આ કારનામું કરનાર ત્રીજો ખેલાડી છે.
સૂર્યકુમાર યાદવ હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. સૂર્યાએ પોતાની 50મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યાં રોહિત શર્માએ 92મી મેચમાં જ્યારે કોહલીએ 104મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ એવિન લુઈસ પછી વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
ત્રીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવની 83 રનની ઇનિંગ કેરેબિયન ધરતી પર તેની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ હતી. હવે તે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ સિવાય વિરાટ, રોહિત, ઋષભ પંત અને તિલક વર્માના નામ વેસ્ટ ઈન્ડિઝમાં 1-1 ટી20 ઈન્ટરનેશનલ ફિફ્ટી નોંધાઈ છે. આ સાથે જ સૂર્યા હવે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી પણ બની ગયો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *