એવું પહેલીવાર થશે કે જ્યારે ઈન્ડિયન ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાશે, હોસ્ટ દેશનું નામ નાના અક્ષરમાં લોગો નીચે હોય છે
નવી દિલ્હી
એશિયા કપ 2023ની શરૂઆત આ મહિને 30 ઓગસ્ટથી થવા જઈ રહી છે. જેમાં પાકિસ્તાન આને હોસ્ટ કરશે અને ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. એટલે કે કેટલીક મેચ પાકિસ્તાનમાં આયોજિત થશે તો કેટલીક મેચ કે જેમાં ટીમ ઈન્ડિયા ભાગ લઈ રહી છે તે શ્રીલંકામાં રમાશે. આ દરમિયાન એક મોટો વિવાદ વકરી શકે એવા એંધાણ સામે આવી રહ્યા છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાયેલું હોવાથી ચર્ચાઓ વધી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું પહેલીવાર થશે કે જ્યારે ઈન્ડિયન ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાશે. આની પાછળનું મોટું કારણ એશિયા કપને હોસ્ટ કરવાનું છે. કારણ કે જે ટીમ હોસ્ટ કરે એનું નાના ફોન્ટમાં નામ એશિયા કપના લોગો નીચે હોય છે. તેવામાં હવે ભારત અને પાકિસ્તાન જોરદાર ટક્કર થાય એમ છે. તેવામાં હવે આનાથી ફેન્સ શું પ્રતિક્રિયા આપશે એ જોવાજેવું રહ્યું છે.
એશિયા કપ 2023ને લઈને ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બીસીસીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાનની સફર અમારી ટીમ નહીં કરે. તેવામાં ટૂર્નામેન્ટને કોઈ એક ન્યૂટ્રલ વેન્યૂ પર આયોજિત કરવાની માગ ઉઠી રહી હતી. જોકે પાકિસ્તાન આના માટે તૈયાર નહોત થયું અને ત્યારપછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના હસ્તક્ષેપ પછી હાઈબ્રિડ મોડલ પર આની રમવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી.
તેવામાં પાકિસ્તાનમાં એશિયા કપની માત્ર 4 મેચ રમાશે એવું લાગી રહ્યું છે. જ્યારે 13 મેચ શ્રીલંકામાં આયોજિત થઈ શકે છે. પાકિસ્તાનને પણ છેવટે હાઈબ્રિડ મોડલને સ્વીકારવું જ પડ્યું હતું. કારણ કે જો આવું ન થયું હોત તો ભારત રમવા જ ન આવ્યું હોત અને પછી મોટો વિવાદ થઈ ગયો હોત.
એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળની મેચથી થશે. વળી ભારત અને પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થવા જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો શ્રીલંકાના કેન્ડીમાં આ મેચ માટે મેદાન પર ઉતરશે.