ગદર 2 એ પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસ પર તાબડતોડ કલેક્શન કરીને ગદર 2 એ ઈતિહાસ રચી દીધો

મુંબઈ
ગદર 2 એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધુ છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડતોર્ડ કમાણી કરી રહી છે પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યુ છે, તે ફિલ્મ ક્રિટિક્સની કલ્પના કરતા પણ વધુ છે. ગદર 2 એ સ્વતંત્રતા દિવસના હોલિડે એ ખૂબ કમાણી કરી. ફિલ્મે 55.40 કરોડનું કલેક્શન કર્યું છે.
ગદર 2 એ પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસ પર તાબડતોડ કલેક્શન કરીને ગદર 2 એ ઈતિહાસ રચી દીધો છે. શુક્રવારે 40.10 કરોડના ધમાકેદાર નંબર્સની સાથે ખાતુ ખોલનારી ગદર 2 એ બીજા દિવસે 43.08 કરોડનું કલેક્શન કર્યુ. ત્રીજા દિવસે રવિવારે ફિલ્મે 51.7 કરોડ કમાઈને ગદર મચાવ્યુ.
સની દેઓલની મૂવીએ ફર્સ્ટ મંડે ટેસ્ટ ફ્લાઈંગ નંબર્સની સાથે પાસ કર્યું. ચોથા દિવસની કમાણી 38.7 કરોડ રહી. ધૂંઆધાર બોક્સ ઓફિસ કલેક્શન શું હોય છે તે ગદર 2 એ પાંચમા દિવસના બિઝનેસથી સાબિત કર્યું. ગદર 2 એ મંગળવારે (પાંચમા દિવસે) 55.40 કરોડ કમાયા. આ સાથે ફિલ્મનું પાંચમા દિવસનું કુલ કલેક્શન 228.98 કરોડ થઈ ગયુ છે.
સની દેઓલની ફિલ્મ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી ચૂકી છે. ફિલ્મનું આવુ શાનદાર કલેક્શન મેકર્સ, સ્ટારકાસ્ટ અને ચાહકો માટે મોટી ટ્રીટથી ઓછુ નથી. 22 વર્ષ બાદ આવેલી સનીની ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. સનીની મૂવી સૌથી ઝડપથી 200 કરોડ કમાનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. બીજી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે તુલના કરીએ તો પઠાણે 4 દિવસમાં 212.5 કરોડ કમાયા હતા. કેજીએફ 2 (હિંદી) એ 5 દિવસમાં 229 કરોડનું કલેક્શન કર્યુ હતુ. બાહુબલી 2 એ 6 દિવસમાં 224 કરોડ કમાયા હતા.
ઘણા વર્ષોથી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોની માર વેઠી રહેલા સની દેઓલના કરિયર માટે ગદર 2 સંજીવની બનીને આવી છે. તમને એ જાણીને ખુશી થશે કે ગદર 2 સનીની 200 કરોડ કમાનારી પહેલી ફિલ્મ છે. સની દેઓલની આ ફિલ્મ 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની લાઈનમાં છે. અત્યારે આ રેન્ક ધ કેરલ સ્ટોરી પાસે છે, જેનું કલેક્શન 242 કરોડ છે, આ આંકડો પાર કરવો ગદર 2 ની તાજેતરની કમાણીને જોતા ખૂબ સરળ લાગી રહ્યો છે.