સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ કરવામાં આવી

નવી દિલ્હી 00:08
મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે બુધવારે વિભિન્ન રેંકની 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ કરવામાં આવી છે.
રાજ્યમાં હિંસા અને મહિલાઓ સાથે થયેલા અત્યાચારને લઈને 65 હજારથી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમાંથી 11 કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
તપાસમાં સામેલ 3 ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલના નામઃ લવલી કટિયાર, નિર્મલા દેવી અને મોહિત ગુપ્તા આ ત્રણેય અધિકારીઓ રાજ્યોમાં હિંસાના કેસોની તપાસ માટે ટીમોનું નેતૃત્વ કરશે.
પોલીસ અધિક્ષકનું નામઃ રાજવીર
સંયુક્ત નિર્દેશકનું નામઃ ઘનશ્યામ ઉપાધ્યાય
બે મહિલા અધિક પોલીસ અધિક્ષક અને 6 મહિલા નાયબ પોલીસ અધિક્ષકને તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક આવા કેસોમાં સુપરવાઈઝરી ઓફિસર ન હોઈ શકે એટલા માટે એજન્સીએ તપાસની દેખરેખ અને સુપરવાઈઝરી માટે ત્રણ ડીઆઈજી અને એક એસપીને મોકલ્યા છે. આ ઉપરાંત 16 ઈન્સ્પેક્ટર અને 10 સબ- ઈન્સ્પેક્ટરને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ મણિપુર હિંસા સાથે સબંધિત વધુ નવ મામલાની તપાસ સીબીઆઈ કરશે. આ અગાઉ સીબીઆઈ 8 કેસોની તપાસ કરી રહી હતી એટલે કે, હાલમાં કુલ 17 કેસોની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ તપાસમાં હિંસા ઉપરાંત જાતીય સતામણીના કેસ પણ સામેલ છે.
3 મે ના રોજથી મણિપુરમાં જાતીય હિંસા ચાલુ છે. જેમાં 160થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં બહુસંખ્યક મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આદિવાસી એકજૂથ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ છે.