અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ
વોશિંગ્ટન
ભારત સામે છાશવારે ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમર ફરી વિવાદોમાં છે.
ઈલ્હાન ઉમરે 2022માં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત લીધ હતી અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાને આ મુલાકાત માટે ફંડિંગ આપ્યુ હતુ.
અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ.જેમાં રહેવાથી માંડીને ખાવા પીવાનો ખર્ચ સામેલ હતો.
ઉમર ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત છે.પીએમ મોદીએ અમેરિકન સંસદમાં આપેલા ભાષણનો પણ આ કટ્ટરવાદી સાંસદે બહિષ્કાર કર્યો હતો.તેઓ ભારતની વિદેશી મંચો પરથી ઘણી ટીકા કરી ચુકયા છે.ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે , તેમના માનવાધિકારનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.તેવુ ભડકાઉ નિવેદન પણ ઉમર આપી ચુકી છે.
સ્વાભાવિક છે કે, પાકિસ્તાનને ઈલ્હાન ઉમર પર તેમના ભારત વિરોધી વલણના કારણે પ્રેમ ઉભરાઈ રહ્યો છે.તેમના પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરના પ્રવાસ અંગે જે તે સમયે ભારતે સોય ઝાટકીને કહી દીધુ હતુ કે ભારતની અખંડિતતાનુ ઉલ્લંઘન કોઈ કરી શકે તેમ નથી.
સોમાલિયાથી શરર્ણાર્થી બનીને આવેલી ઉમર અમેરિકન સંસદમાં પહોંચાનાર પહેલી બે મુસ્લિમ અમેરિકન મહિલાઓ પૈકીની એક છે.