ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા, આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે
આઇઝોલ
મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. આધારભૂતસાધનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી.
ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. બ્રિજમાં કુલ 4 પિલર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડ નીચે પડી ગયો છે. આ ગદર પર તમામ મજૂરો કામ કરતા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પુલની ઉંચાઈ કુતુબમિનાર કરતા વધુ છે.
મિઝોરમના સીએમ જોરમ થંગાએ સોશિયલ મીડિયા પર અકસ્માતની તસવીર અને વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે- વહીવટીતંત્ર બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ કેટલાક વધુ લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કેરેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.