આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો

કેલિફોર્નિયા
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
માહિતી અનુસાર બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળીઓ વાગી ગઈ હતી. બાઈકર બાર બાઈક રાઈડર્સ માટે મનોરંજનનું કેન્દ્ર છે.
ઓરેન્જ કાઉન્ટીના પોલીસ અધિકારીને ઘટનાની માહિતી મળતાં જ તે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ પોલીસે હુમલાખોરને નિશાને લીધો અને તેની ઠાર મરાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ અધિકારીને ઈજા થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળથી હાલ દૂર રહેવા અપીલ કરાઇ છે.
ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું કે હુમલાખોર બંદૂકધારી માર્યો ગયો છે તે એક સેવાનિવૃત્ત કાયદાનું અમલ કરતી એજન્સીનો અધિકારી હતો અને કદાચ કોઈ ઓળખીતાને નિશાન બનાવી રહ્યો હતો.