રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

Spread the love

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે

મુંબઈ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આજે યોજાયેલી બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીનું બોર્ડના ડિરેક્ટરપદેથી રાજીનામું સ્વીકાર્યું હતું અને રિલાયન્સ ફાઉન્ડેશન (RF) ને ભારત માટે વધુ અસર બનાવવા માટે માર્ગદર્શન આપવા અને સક્ષમ બનાવવા માટે તેમની શક્તિ અને સમય ફાળવવાના તેમના નિર્ણયને માન આપ્યું હતું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીની રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન તરીકે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. વર્ષોથી, RF એ ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઓછા સંસાધન ધરાવતા સમુદાયોના પોષણ અને સશક્તિકરણના તેના મિશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેઓએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ મજબૂત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની નીતા અંબાણીની વિનંતીની પ્રશંસા કરી કારણ કે તે ઘણા નવા કાર્યક્રમો અને પહેલો હાથ ધરીને વધુ મોટા સામાજિક પરિવર્તન હાંસલ કરવાના મિશન પર આગળ વધી રહ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે, નીતા અંબાણી RIL બોર્ડની તમામ બેઠકોમાં બોર્ડના કાયમી આમંત્રિત તરીકે હાજરી આપશે, જેથી કંપની તેમની સલાહનો લાભ મેળવી શકે.

ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છેલ્લાં કેટલાક વર્ષોથી રિટેલ, ડિજિટલ સેવાઓ અને એનર્જી અને મટીરીયલ વ્યવસાયો સહિત RILના મુખ્ય વ્યવસાયો સાથે નજીકથી સંકળાયેલા છે અને તેનું નેતૃત્વ અને તેનું સંચાલન કરી રહ્યા છે. તેઓ RILની મુખ્ય સહયોગી કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપે છે. RILના બોર્ડમાં તેમની નિમણૂક RILને તેમની ઇનસાઇટ્સનો લાભ મેળવવા અને નવા વિચારો રજૂ કરવા માટે સક્ષમ બનાવશે, એવો અભિપ્રાય બોર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *