તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, ભારતનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે

નવી દિલ્હી
ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.
મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
ઈસરોના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય એલ1ને શનિવારે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.
લોન્ચની તૈયારીઓ વિશે માહિતી આપતા, ઈસરો ચીફ એસ સોમનાથે ગુરુવારે ચેન્નઈમાં કહ્યું કે, “રોકેટ અને સેટેલાઈટ તૈયાર છે. અમે લોન્ચ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.”