31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

નવી દિલ્હી
મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા, પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અપર્ણાના નિધનથી પરિવાર સહિત તમામ ફેન્સ અને સેલેબ્સ આઘાતમાં છે.
અપર્ણાના પરિવારમાં તેમના પતિ અને બે બાળકો છે. એકટ્રેસે ઇન્સ્ટાગ્રામમાં પુત્રીની લાસ્ટ પોસ્ટ કરી હતી.
એકટ્રેસ અપર્ણા પી નાયર ચંદનમાઝા, આત્મસાખી, મૈથિલી વીંદુમ વરુમ અને દેવસ્પર્શમ જેવા ટીવી શો માટે જાણીતી હતી. તેમણે મેઘાતીર્થમ, મુથુગાઉ, આચાયન્સ, કોડાથી સમક્ષમ બાલન વકીલ અને કલ્કી જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો