અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા
નવી દિલ્હી
સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો. અરુણા કુમાર સિન્હા 2016થી એસપીજીના ચીફ પદે તહેનાત હતા. તેમને લીવરમાં તકલીફ હતી અને 4 સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
સિન્હાએ તેમનો અભ્યાસ ઝારખંડમાં કર્યો હતો. તે કેરળ પોલીસમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો પણ સંભાળ્યા હતા.