વર્લ્ડ કપ 2023 માટેની ટીમ ઈન્ડિયા વૃધ્ધ ટીમ

Spread the love

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે 30ની ઉંમર વટાવી ચુક્યા છે


નવી દિલ્હી
વર્લ્ડ કપ 2023 માટે બીસીસીઆઈએ ગઈકાલે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. લાંબી ઈજા બાદ કે એલ રાહુલને એક પણ મેચ રમ્યા વગર આ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં ખરાબ ફોર્મથી ગુજરી રહેલા સુર્યકુમાર યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે. આ તમામ આલોચનાઓ વચ્ચે એક અન્ય બાબત પણ ચેહ જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. ગયા ત્રણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમથી આ વખતે પસંદ કરાયેલ સ્કોડનું એનાલિસિસ કરીએ તો આ વખતે સૌથી વધુ વયના ખેલાડીઓની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ કપ 2023નું આયોજન આ વર્ષે ભારતમાં કરવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે 30ની ઉંમર વટાવી ચુક્યા છે. આ સ્ક્વોડમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ઉંમર સૌથી વધુ છે. રોહિતની ઉંમર 36 વર્ષ છે.
જો વર્લ્ડ કપ સ્ક્વોડમાં સૌથી યુવા ખેલાડીની વાત કરવામાં આવે તો તેમાં ભારતીય ઓપનર શુભમન ગિલ ટોપ પર છે. જાહેર કરાયેલ ટીમમાં ગિલની ઉંમર સૌથી ઓછી છે. તે હાલ 23 વર્ષનો છે. જયારે ટીમના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ 29 વર્ષના છે.
વર્લ્ડ કપ ટીમમાં સૌથી વયના ખેલાડીઓઃ રોહિત શર્મા (36), વિરાટ કોહલી (34), રવિન્દ્ર જાડેજા (34), મોહમ્મદ શમી (33), સૂર્યકુમાર યાદવ (32), કેએલ રાહુલ (31) અને શાર્દુલ ઠાકુર (31)
વર્લ્ડ કપ ટીમમાં યુવા ખેલાડીઓ (અંડર 30) શુભમન ગિલ (23), ઈશાન કિશન (25), શ્રેયસ અય્યર (28), કુલદીપ યાદવ (28), જસપ્રીત બુમરાહ (29), હાર્દિક પંડ્યા (29), મોહમ્મદ. સિરાજ (29) અને અક્ષર પટેલ (29)
છેલ્લા 3 વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે સૌથી વરિષ્ટ ટીમ
વર્લ્ડ કપ 2011માં પસંદ કરાયેલી ભારતીય ટીમની સરેરાશ ઉંમર 28.65 વર્ષ હતી.
વર્લ્ડ કપ 2015માં પસંદ કરાયેલી ભારતીય ટીમની સરેરાશ ઉંમર 27.36 વર્ષ હતી.
વર્લ્ડ કપ 2019માં પસંદ કરાયેલી ભારતીય ટીમની સરેરાશ ઉંમર 29.92 વર્ષ હતી.
વર્લ્ડ કપ 2023માં પસંદ કરાયેલી ભારતીય ટીમની સરેરાશ ઉંમર 30.07 છે.
પાછલાં ત્રણ વર્લ્ડ કપમાં સૌથી યુવા અને વરિષ્ટ ખેલાડી

વર્ષ 2023 2019 2015 2011
સૌથી વરિષ્ટ ખેલાડી રોહિત શર્મા (36) એમ એસ ધોની (37) એમ એસ ધોની (33) સચિન તેંડુલકર (37)
સૌથી યુવા ખેલાડી શુભમન ગિલ (23) કુલદીપ યાદવ (24) અક્ષર પટેલ (21) પીયુષ ચાવલા (22)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *