એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે અદ્વિતીય લક્ઝરી લાભો સાથે ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

Spread the love

ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ એ એયુ એસએફબીના ગ્રાહકો માટે નાણાંકીય સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરે છે, જે લક્ઝરી અને સગવડતાનું આકર્ષક મિશ્રણ ઓફર કરે છે

મુંબઈ

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ રજૂ કરતાં રોમાંચિત છે, જે તેના બેંકિંગ સોલ્યુશન્સના વ્યાપક સ્યુટમાં એક નવો ઉમેરો છે. આ સુપર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ આધુનિક જીવનના વિવિધ પાસાંને પૂરા પાડતા વિશિષ્ટ લાભો આપે છે. સીમલેસ ગ્લોબલ ટ્રાવેલથી લઈને અમર્યાદિત મનોરંજન વિકલ્પો સુધી, પ્રીમિયમ લાઉન્જ એક્સેસથી લઈને પર્સનલાઈઝ્ડ કોન્સીઅર્જ સેવાઓ સુધી, આ કાર્ડ સામાન્ય વ્યવહારોને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરે છે.

તે વૈભવી અને વિશિષ્ટતાનું મૂર્ત સ્વરૂપ છે જે નાણાંકીય અનુભવોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. એયુ ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ અનેક અનન્ય લાભો પૂરા પાડે છે જેમ કે પ્રીમિયમ બ્રાન્ડ વાઉચર્સ અથવા રૂ. 5,000ના રિવોર્ડ પોઈન્ટ્સ સાથે ઉષ્માભર્યા સ્વાગતથી માંડીને સીમલેસ ગ્લોબલ મુસાફરી માટે 0.99%ના સૌથી ઓછા ફોરેક્સ માર્કઅપ સુધી, જે દરેક વ્યવહારને વિશેષાધિકારનું પ્રતીક બનાવે છે. તે 16 કોમ્પ્લીમેન્ટ્રી બાય વન, ગેટ વન બુકમાયશો મૂવી ટિકિટ્સ, એરપોર્ટ લાઉન્જમાં 32 કોમ્પ્લીમેન્ટ્રી વિઝિટ્સ અને 4 મીટ એન્ડ આસિસ્ટ એરપોર્ટ ચેક-ઇન્સ ઓફર કરે છે જે તમારી મુસાફરી દરમિયાન આરામની ખાતરી આપે છે.

આ ઉપરાંત, વ્યક્તિ 8 કોમ્પ્લીમેન્ટ્રી ગોલ્ફ રાઉન્ડ અથવા લેસન્સ સાથે ગોલ્ફિંગ લક્ઝરીનો આનંદ માણી શકે છે, જ્યારે 1-વર્ષની તાજ એપિક્યોર મેમ્બરશિપ સાથે ખર્ચવામાં આવેલા દરેક રૂ.100 માટે 2 રિવોર્ડ પોઈન્ટ્સ સુધીની કમાણી કરી શકે છે તથા એક્સક્લુઝિવ ડાઈનિંગ અનુભવોનો લાભ માણી શકે છે. માસિક બોનસ રિવોર્ડ પોઈન્ટ્સ, 24×7 કોન્સીઅર્જ સર્વિસીઝ, 1% ફ્યુઅલ સરચાર્જ માફી અને શૂન્ય રોકડ ઉપાડ ફી જેવા પેકેજ પૂરા પાડે છે. એયુ ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ નાણાંકીય વ્યવહારોને અસાધારણ અનુભવોમાં રૂપાંતરિત કરે છે, જે તમારા ઉચ્ચ દરજ્જાને પ્રતિબિંબિત કરે છે.

એયુ ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક તેની પારદર્શક કિંમતનું માળખું છે. માત્ર રૂ.4,999 ઉપરાંત જીએસટીની વાર્ષિક સભ્યપદ ફી સાથે, ગ્રાહકો પ્રિવિલેજીસ અને રિવોર્ડ્સની દુનિયાને અનલોક કરી શકે છે જે તેમની લાઈફસ્ટાઈલને વધારે છે અને અદ્વિતીય સગવડ પૂરી પાડે છે.

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમને અમારા ગ્રાહકોને અસાધારણ મૂલ્ય પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાના પ્રતિબિંબ તરીકે ઝેનિથ પ્લસ મેટલ ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં ગર્વ છે. આ ઓફર પરંપરાગત બેંકિંગ અને એલિટ ફાઇનાન્શિયલ સર્વિસઝ વચ્ચેના અંતરને દૂર કરવાના અમારા પ્રયાસને રેખાંકિત કરે છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં, અમે માનીએ છીએ કે દરેક ગ્રાહક તેમની નાણાંકીય બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના પ્રીમિયમ લાભો મેળવવા માટે લાયક છે. ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ આ સિદ્ધાંતને સમાવે છે, જે વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડે છે જે એક સમયે ચોક્ક્સ પ્રિવિલેજ ધરાવતા લોકો પૂરતી જ સીમિત હતી. આ કાર્ડ અમારા ગ્રાહકો માટે નાણાંકીય સશક્તિકરણના નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં તેઓ એયુ પરિવારનો ભાગ હોવા છતાં વૈભવી અને સગવડતાની દુનિયાનો અનુભવ કરી શકે છે. તે અમારા ‘ગ્રાહક-પ્રથમ’ અભિગમ અને ઉન્નત જીવન બનાવવા તરફની અમારી મુસાફરીનું મૂર્ત સ્વરૂપ છે.”

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ક્રેડિટ કાર્ડ બિઝનેસના હેડ મયંક માર્કન્ડેએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય એવું ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ બનાવવાનો હતો જે ન કેવળ લક્ઝરીના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે પરંતુ અમારા સર્વસમાવેશકતા અને નવીનતાના મૂળ મૂલ્યો સાથે પણ પડઘો પાડે. ટૂંકમાં, ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ એ દરેક માટે લક્ઝરી પ્રાપ્ય બનાવવાની અમારી માન્યતાનું અભિવ્યક્તિ છે. આ કાર્ડ સાથે, અમે માત્ર એક પ્રોડક્ટ રજૂ કરી રહ્યા નથી; અમે પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ શું હોઈ શકે તેના નિયમોને ફરીથી લખી રહ્યા છીએ, ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યા છીએ અને ‘બેંકિંગ ફોર એવરીવન’ માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *