ઓવરલેન્ડર એસોસિએશન ઓવરલેન્ડર્સને એક બીજા સાથે જોડાવાનું, અનુભવોનું આદાનપ્રદાન કરવાનું અને અર્થપૂર્ણ મિત્રતા રચવાનું પ્લેટફોર્મ પુરુ પાડે છે
અમદાવાદ
વિશ્વભરનાં ઉત્સાહી સાહસિકો અને ઓવરલેન્ડીંગ ચાહકોનાં સમુદાયને એક જ છત્ર નીચે લાવવા ઓવરલેન્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયા(ઓએઆઈ)ની રજૂઆત કરવામાં આવી છે..
આ અંગે માહિતી આપતા ઓવરલેન્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ વિશ્વકિરણે જણાવ્યું હતું કે ‘ઓવરેલેન્ડર એસોસિએશન તે સાહસિકો, એક્સપ્લોરર્સ અને આઉટડોર ઉત્સાહીઓનો વૈશ્વિક સમુદાય છે કે જેઓ સ્વનિર્ભરતાની કલા – ઓવરલેન્ડીંગ, વૈવિધ્યકૃત પ્રદેશો અને સ્થળોમાં વાહન આધારિત એકસ્પ્લોરેશનને ચાહે છે. અમારો ઉદ્દેશ ઓવરલેન્ડર્સને સહયોગ નેટવર્ક પુરુ પડીને સંવર્ધન કરવાનો, શૈક્ષણિક સંશાધનો પુરા પાડવાનો, જવાબદાર પ્રવાસ પધ્ધતિઓને પ્રમોટ કરવાનો અને પર્યાવરણીય સંરક્ષણ જાગૃતિ માટે સમાનતા કેળવવાનો છે.
ઓવરલેન્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં જોઈન્ટ સેક્રેટરી યજ્ઞેશ પારેખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ઓવરલેન્ડર એસોસિએશન ઓવરલેન્ડર્સને એક બીજા સાથે જોડાવાનું, અનુભવોનું આદાનપ્રદાન કરવાનું અને અર્થપૂર્ણ મિત્રતા રચવાનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. આ માટે અમારા ઓનલાઈન ફોરમ્સ, લોકલ ચેપ્ટર્સ અને વિશેષ રુચિનાં જૂથોમાં સાથી સાહસિકો સાથે જોડાઈ શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તમે પ્રારંભિક કે અનુભવી ઓવરલેન્ટર હોવ તો અમે સંશોધનોની વિશાળ શ્રેણી પુરી પાડીએ છીએ. તેમાં માર્ગદર્શિકાઓ, ગિયર રિવ્યૂઝ, ટ્રાવેલ ટ્રીપ્સ અને તમારા આગામી સાહસનાં આયોજન માટેની ટેકનિકલ સલાહોનો સમાવેશ થાય છે.