શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ કરવા અંગે સવાલ પુછતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીનો જવાબ

નવી દિલ્હી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દુબઈ અને સ્પેનના 12 દિવસના પ્રવાસે છે. મમતાએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને નવેમ્બરમાં યોજાનાર સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું… આ દરમિયાન જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતાને પૂછ્યું કે, ‘શું તમે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરશો ?’ તો મમતાએ હસીને જવાબ આપ્યો… મમતાએ કહ્યું કે, જો જનતાનું સમર્થન મળશે, તો જરૂર સત્તામાં આવીશું.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ મને દુબઈ એરપોર્ટમાં જોઈ કેટલીક વાતચીત કરવા બોલાવી… હું તેમના અભિવાદનથી ખુબ ખુશ થઈ અને તેમને કોલકાતમાં યોજાનારા બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ-2023 માટે આમંત્રણ પાઠવ્યું… મમતાએ કહ્યું કે, મને રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ પણ શ્રીલંકાની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું… આ એક સુખદ વાતચીત હતી.
ઉલ્લેખનિય છે કે, મમતા બેનર્જી મંગળવારે દુબઈ પહોંચ્યા હતા અને બુધવારે ફ્લાઈટમાં સ્પેન જવા રવાના થયા… પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 21 અને 22 નવેમ્બરે બિઝનેસ સમિટ યોજાશે… મમતા તેમની દુબઈ અને સ્પેન યાત્રા દરમિયાન રાજ્યમાં રોકાણની તકો વધારવા બિઝનેસ સમિટમાં ભાગ લેશે.