આ ટેસ્ટીંગ ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ જતા ફિનિશ લોકો માટે છે

હેલસિંકી
મુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરનાર ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ફિનૈર, ફિનિશ પોલીસ અને એરપોર્ટ ઓપરેટર ફિનેવિયાની ભાગીદારીમાં 28 ઓગસ્ટે દેશે ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. ફિનિશ બોર્ડર ગાર્ડ આ ટેસ્ટીંગનું સંચાલન કરી રહ્યું છે, જે હેલસિંકી એરપોર્ટના બોર્ડર કંટ્રોલ પર હાથ ધરવામાં આવશે અને ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. આ ટેસ્ટીંગ ફિનલેન્ડને ડિજિટલ મુસાફરી ડોક્યુમેન્ટનું પરીક્ષણ કરનાર વિશ્વભરમાં પ્રથમ દેશ બનાવે છે. હાલ માટે આ ટેસ્ટીંગ ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ જતા ફિનિશ લોકો માટે છે.
ડિજિટલ ટ્રાવેલ ક્રેડેન્શીયલ (ડીટીસી) એ એક ફીઝીકલ પાસપોર્ટનું ડિજિટલ વર્ઝન છે, જેને સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકાય છે. તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઈસીએઓ) ના ધોરણો પ્રમાણે કામ કરે છે, આઈસીએઓ એ ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે ગ્લોબલ સ્ટ્રકચર પર કામ કરી રહી છે. વિશ્વમાં પ્રથમ વખત ડીટીસી નું ફિનલેન્ડમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફિનલેન્ડ અને યુકે વચ્ચે ફિનૈર ફ્લાઇટમાં મુસાફરી કરતા ફિનિશ નાગરિકો જ આ ટેસ્ટીંગ માટે પાત્ર રહેશે.
રસ ધરાવતા ઉમેદવારોએ ફિન ડીટીસી પાયલોટ ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ ડાઉનલોડ કરવાની હોય છે. પોલીસ રજીસ્ટ્રેશન કરાવી અને યુકેની તેમની ફ્લાઇટના ચારથી 36 કલાક પહેલાં ફિનિશ બોર્ડર સિક્યુરિટીને પોતાનો ડેટા સબમિટ કરવવાનો હોય છે. ઈંગ્લીશ વેબ્સિતે ફર્સ્ટ પોસ્ટ અનુસાર એકવાર રજીસ્ટ્રેશન થઇ ગયા પછી ફિનલેન્ડથી મુસાફરી કરતી વખતે લોકો પોતાના ડિજિટલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકે છે.
ડિજિટલ પાસપોર્ટ વડે તેઓ હેલસિંકી એરપોર્ટ પર તેમનો ફોટો લઈને અને તેમના ડીટીસી માં સ્ટોર પાસપોર્ટ સાથે મેચ કરીને તેમની ઓળખનું વેરિફિકેશન કરી શકે છે. જો કે, આ એક ટેસ્ટીંગ હોવાથી, નાગરિકોએ તેમના ફીઝીકલ પાસપોર્ટ સાથે રાખવાની અને તેને ફિનલેન્ડ અને યુકેમાં બોર્ડર સિક્યુરીટી પર સ્કેન કરવાની જરૂર પડશે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ સાબિત થાય છે, તો પ્રવાસીઓને ભવિષ્યમાં ફીઝીકલ પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.