બારામુલ્લામાં સેના દ્વારા બે શકમંદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ જપ્ત

Spread the love

ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પડાયું

જમ્મુ

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક મોટો હુમલાને સેના દ્વારા નિષ્ફળ બનવામાં આવ્યો છે. 

બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ બંને પાસેથી સેનાના જવાનોને બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી હતી. આ અંગે ભારતીય સેનાએ જાણકારી આપી હતી. આ બે શકમંદ એવા સમયે ઝડપાયા હતા જ્યારે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, 14 સપ્ટેમ્બરે બારામુલ્લાના ઉરીમાં ચેક પોસ્ટ સ્થિત કરવામાં આવ્યું હતું. આ ચેક પોસ્ટ પર તૈનાત જવાનોએ બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ જેવી સામગ્રી મળી આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.  

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *