મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો
ગોરખપુર
ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો.
માહિતી અનુસાર કોઈ બદમાશે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે એવો જોરથી પથ્થરમાર્યો કે બારીનો કાંચ જ તોડી નાખ્યો હતો. જેના લીધે યાત્રીઓ ભયભીત થઈ ગયા હતા. ટ્રેનમાં અફરા તફરી મચી ગઈ હતી. આ મામલે રેલવે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે. આરપીએફ તરફથી ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવાઈ છે.
એવું નથી કે પહેલીવાર વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાને અંજામ અપાયો હોય. અગાઉ પણ અયોધ્યાની નજીકમાં જ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારની ઘટના બની હતી. તે સમયે પણ ટ્રેનને નુકસાન થયું હતું.