શહીદ કર્નલ મનપ્રિતના પુત્રએ સેનાની વર્દીમાં પિતાને અંતિમ વિદાય આપી

Spread the love

શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ, કર્નલના બંને બાળકોની આ તસવીર જોઈને સૌ કોઈ ભાવુક થયા હતા


મોહાલી
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા એનકાઉન્ટરમાં શહીદ કર્નલ મનપ્રીતને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી, જે કર્નલના શહીદ થવા પર ખુબ જ દુ:ખમાં જોવા મળી હતી. આ દરમિયાન જે તસવીરે લોકોને ખુબ જ ભાવુક કર્યા હતા, તે કર્નલ મનપ્રીતના માસૂમ પુત્રની હતી. તેના દિકરાએ સેનાની વર્દી પહેરીને પિતાને સેલ્યુટ કરીને અંતિમ વિદાય આપી હતી.
આ ઉપરાંત શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ હતી. કર્નલના બંને બાળકોની આ તસવીર જોઈને સૌ કોઈ ભાવુક થયા હતા. આ ઉપરાંત કર્નલની પત્ની જગમીત કૌરે પણ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. તેમની પત્નીએ જણાવ્યુ હતું કે કર્નલ મનપ્રીત ત્રણ મહિના પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. હાલ તેમનો સમગ્ર પરિવાર તે રજા સમયે તેમની સાથે વિતાવેલો પળ યાદ કરી રહ્યા છે. તેમની પત્નીએ વધુમાં કહ્યું હતું કે દર બે દિવસે અમારી વાત ફોન પર થતી હતી પરંતુ બુધવારે જ્યારે તેમને કોલ કર્યો તો કહ્યું કે પછી વાત કરશું હાલ હું એક ઓપરેશન પર જઈ રહ્યો છું. આ સિવાય તેમના પિતાએ કહ્યું હતું કે કર્નલ મનપ્રીતના બાળકો માટે આ સમજવું મુશ્કેલ છે કે તેમના પિતા હવે રહ્યા નથી અને આ બલિદાન કેટલું મોટું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *