શાહીન અફરીદી તેની પાસે આવ્યો હતો અને તેને સમજાવતો જોવા મળતો હતો, શાહીને તેને ગલે લગાવી સાત્વના આપી
કોલંબો
શ્રીલંકાને છેલ્લા બે રનની જરુર હતી, પાકિસ્તાન માટે પહેલીવાર મેચ રમી રહેલો જમાન ખાન પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. આવામાં જમાન ખાન ઘણો જ ઈમોશનલ પણ થઈ ગયો હતો. જ્યારે શ્રીલંકાની ટીમ મેચ જીતવામાં સફળ હતી તો બોલર નિરાશ થઈ પિચ પર બેસી ગયા હતા.
મેચમાં હાર બાદ જમાન ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યાર બાદ શાહીન અફરીદી તેની પાસે આવ્યો હતો અને તેને સમજાવતો જોવા મળતો હતો. શાહીને તેને ગલે લગાવી સાત્વના આપી હતી. સોશિયલ મીડિયા પર શાહિને જેસ્ચરની ભરપુર તારીફ કરી હતી.
છેલ્લી ઓવરમાં રહ્યો હતો રોમાંચ
પહેલો બોલમાં 1 રન
બીજા બોલમાં 0 રન
ત્રીજા બોલમાં 1 રન
ચોથા બોલ પર વિકેટ
પાંચમા બોલમાં ચોગ્ગો
છઠ્ઠા બોલમાં 2 રન
છેલ્લી 5 ઓવરમાં શ્રીલંકાને જીત માટે 92 રનની જરુર હતી. ત્યાર બાદ છેલ્લી બે ઓવરમાં 12 રનની જરુર હતી. તો છેલ્લી ઓવરમાં જીતવા માટે કુલ આઠ રનની જરુર હતી. ખૂબ રસપ્રદ મેચમાં શ્રીલંકાને છેલ્લા બોલમાં 2 રનની જરુર હતી. જ્યા શ્રીલંકાએ 2 રન કરી મેચ પોતાના નામે કરી હતી.