સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું
જમ્મુ
જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ચાલી રહેલા એનકાઉન્ટર વચ્ચે આજે સેનાએ સવારથી જ બારામુલ્લાના એલઓસી પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ એનકાઉન્ટરમાં સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.
બારામુલ્લામાં આજ સવારથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસે સોશ્યલ મીડિયા સાઈટ એક્સ(આગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સેનાએ અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે જ્યારે સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આજે સવારે શરુ થયેલા આ ઓપરેશનમાં પહેલા બે આતંકવાદીઓ ઠાર થયા હતા જ્યારે વધુ એક આતંકવાદી ઠાર થતા ત્રણ આતંકી માર્યા ગયા છે. આ ત્રણ આતંકીમાંથી બેની તસવીર જાહેર કરી છે.