બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ

Spread the love

સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ

નવી દિલ્હી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં. 

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને 19 સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ 1976માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે.

તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન 1976માં બંધારણના 42મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *