રેલવે મંત્રાલયે 2016માં5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલવાની જાહેરાત કરી હતી
નવી દિલ્હી
બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવેએ 2800 કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (આરટીઆઈ) ના જવાબમાં આ માહિતી સામે આવી હતી. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઈએસ) દ્વારા મળેલા એક જવાબમાં જાણકારી મળી કે સુધારેલા માપદંડને લીધે રેલવેને 2022-23 દરમિયાન જ 560 કરોડની અધધધ. કમાણી થઈ હતી. આ રીતે આ સૌથી વધુ નફાકારક વર્ષ બની ગયો.
રેલવે મંત્રાલય હેઠળ આવતું સીઆરઆઈએસટિકિટ અને યાત્રીઓ, માલવહન સેવાઓ, રેલવે યાતાયાત નિયંત્રણ અને સંચાલન જેવા મુખ્ય ક્ષેત્રોમાં આઈટી સમાધાન ઉપલબ્ધ કરાવે છે. રેલવે મંત્રાલયે 31 માર્ચ, 2016ના રોજ જાહેરાત કરી હતી કે રેલવે 5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલ કરશે. આ સુધારેલા માપદંડ 21 એપ્રિલ, 2016થી અમલી થયા હતા.
અગાઉ રેલવે 5 થી 12 વર્ષની વચ્ચેના બાળકો માટે અડધી ટિકિટ લઈને તેમને બર્થ ઉપલબ્ધ કરાવતું હતું. એક અન્ય વિકલ્પ હેઠળ જો બાળક અલગ બર્થ ન લઈને સાથે જ મુસાફરી કરતાં વયસ્ક સાથે યાત્રા કરે તો પણ તેના માટે અડધી ટિકિટ લેવી પડે છે. આંકડામાં જાણકારી મળી કે આ સાત વર્ષોમાં 3.6 કરોડથી વધુ બાળકોએ રિઝર્વ સીટ કે બર્થનો વિકલ્પ પસંદ કર્યા વિના અડધી ટિકિટ આપી મુસાફરી કરી હતી. બીજી બાજુ 10 કરોડથી વધુ બાળકોએ અલગ બર્થ કે સીટનો વિકલ્પ પસંદ કર્યો અને આખી ટિકિટનું ભાડું ચૂકવ્યું. આ આરટીઆઈ ચંદ્રશેખર ગૌડે કરી હતી. જવાબમાં એ પણ જાણકારી મળી કે રેલવેમાં મુસાફરી કરનારા કુલ બાળકોમાં લગભગ 70 ટકા બાળકો સંપૂર્ણ બર્થ કે સીટ લઈને યાત્રા કરવાનું પસંદ કરે છે.