આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો

ટોરેન્ટો
ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના તણાવ એક વૈશ્વિક મુદ્દો બની શકે છે.
ડેવિડેએ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેઓ નિરાશ છે કે કેનેડાને હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગે જે માહિતી આપવામાં આવી હતી તે તમામ ઓપન સોર્સ માહિતી હતી. એટલે કે આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. ડેવિડનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં હરદીપ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
ડેવિડએ વધુમાં જણાવ્યું કે, કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઈએસ) પાસેથી મળેલી માહિતીને ઓપન સોર્સ બ્રીફિંગ કહેવામાં આવે છે. આ તે માહિતી છે જે ઈન્ટરનેટ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અંગે માહિતી આપતા પહેલા મને આ અંગે જાણકારી આપી હતી. તેમણે મને કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ તરફથી મળેલ એક બ્રીફિંગ આપ્યું હતું. આ બ્રીફિંગમાં સીએસઆઈએસની બ્રીફિંગ સામેલ હતી, જે ઓપન સોર્સ માહિતી હતી. તેમણે વધુમાં કહ્યું કે મેં સીએસઆઈએસ ના ડાયરેક્ટર પાસેથી આ વિશે વધુ નક્કર માહિતીની માંગ કરી હતી, પરંતુ તેઓ આ અંગે નક્કર માહિતી આપવામાં અસમર્થ હતા. આ કારણોસર મેં મારી નિરાશા પણ વ્યક્ત કરી હતી.