પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પનવરની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો
નવી દિલ્હી
બીજા દિવસે એર રાઈફલની ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતની પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલો ગોલ્ડ જીત્યો છે. આ ઉપરાંત રોઈંગમાં પણ બ્રોન્ઝ મેળવ્યો છે.
આજે બીજા દિવસે પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પનવરની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સિવાય રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ અપાવ્યો હતો. ભારતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.
આજે એર રાઈફલની ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ રોઈંગ ટીમે ભારતને તેનો સાતમો મેડલ અપાવ્યો છે. પુરુષોની રોઈંગ ટીમ ઈવેન્ટમાં જસવિન્દર, ભીમ, પુનિત અને આશિષએ 6:10.81નો સમય નોંધાવ્યો હતો. ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.