ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતના ઢગલાબંધ રેકોર્ડ

Spread the love

વન-ડેમાં સૌથી વધુ 3007, સૌથી મોંઘો બોલર એડમ ઝમ્પા સહિતના રેકોર્ડ થયા

નવી દિલ્હી

ભારતીય ટીમે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે થોડા સમય માટે મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન પર સમેટાઈ ગઈ અને મેચની સાથે સિરીઝ પણ ગુમાવી હતી. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ઘણાં રેકોર્ડ પણ બનાવ્યા હતા.

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટીમ

ભારત – 3007 છગ્ગા

વેસ્ટ ઈન્ડિઝ – 2953 છગ્ગા

પાકિસ્તાન – 2566 છગ્ગા

ઓસ્ટ્રેલિયા – 2485 છગ્ગા

ન્યુઝીલેન્ડ – 2387 છગ્ગા

ભારત સામેની વનડે મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર

0/106 – નુવાન પ્રદીપ (શ્રીલંકા), મોહાલી, 2017

0/105 – ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ), ક્રાઈસ્ટચર્ચ, 2009

2/103 – કેમેરન ગ્રીન (ઓસ્ટ્રેલિયા), ઇન્દોર, 2023

3/100 – જેકબ ડફી (ન્યુઝીલેન્ડ), ઇન્દોર, 2023

વનડે મેચમાં રન ખર્ચવામાં ઓસ્ટ્રેલિયાનો સૌથી મોંઘો બોલર

0/113 – મિક લુઇસ vs દક્ષિણ આફ્રિકા, 2006

0/113 – એડમ ઝમ્પા vs દક્ષિણ આફ્રિકા, 2023

2/103 – કેમેરન ગ્રીન vs ભારત, 2023

0/100 – એન્ડ્રુ ટાય vs ઇંગ્લેન્ડ, 2018

3/92 – જોય રિચાર્ડસન vs ઈંગ્લેન્ડ, 2018

કોઈપણ એક વેન્યૂ પર હાર્યા વિના સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ

9 – ન્યુઝીલેન્ડ – યુનિવર્સિટી ઓવલ, ડ્યુનેડિન

8 – પાકિસ્તાન – ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો

7 – પાકિસ્તાન – નિયાઝ સ્ટેડિયમ, હૈદરાબાદ

7 – ભારત – હોલ્કર સ્ટેડિયમ, ઇન્દોર

કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડી

144 – આર અશ્વિન vs ઓસ્ટ્રેલિયા

142 – અનિલ કુંબલે vs ઓસ્ટ્રેલિયા

141 – કપિલ દેવ vs પાકિસ્તાન

135 – અનિલ કુંબલે vs પાકિસ્તાન

132 – કપિલ દેવ vs વેસ્ટ ઈન્ડિઝ

ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સર્વોચ્ચ સ્કોર

481/6 – ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2018

438/9 – દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2006

416/5 – દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન, 2023

399/5 – ભારત, ઇન્દોર, 2023

383/6 – ભારત, બેંગલુરુ, 2013

વનડે મેચમાં ભારતીય ટીમના સૌથી વધુ છગ્ગા

19 vs ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2013

19 vs ન્યુઝીલેન્ડ, ઇન્દોર, 2023

18 vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007

18 vs ન્યુઝીલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, 2009

18 vs ઓસ્ટ્રેલિયા, ઇન્દોર, 2023

એક વર્ષમાં 5 સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓ

વિરાટ કોહલી (2012, 2017, 2018, 2019)

રોહિત શર્મા (2017, 2018, 2019)

સચિન તેંડુલકર (1996, 1998)

રાહુલ દ્રવિડ (1999)

સૌરવ ગાંગુલી (2000)

શિખર ધવન (2013)

શુભમન ગિલ (2023)

એક વર્ષમાં 5 સદી ફટકારનાર 25 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ

સચિન તેંડુલકર, 1996

ગ્રીમ સ્મિથ, 2005

ઉપુલ થરંગા, 2006

વિરાટ કોહલી, 2012

શુભમન ગિલ, 2023

Total Visiters :230 Total: 1499746

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *