ગણપતિ પંડાલમાં વોકળા પરનો સ્લેબ તૂટતાં 20 લોકો ઘાયલ

Spread the love

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,એક મહિલાની હાલત ગંભીર

રાજકોટ

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક પાસે એક મોટી દુર્ઘટના સર્જાય છે. ગણપતિ પંડાલમાં આરતીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી આ સમયગાળા દરમિયાન આ મોટી દુર્ઘટનાનો બનાવ બન્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 

યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પાડવાના કારણે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. એક મહિલાની હાલત ગંભીર છે.

મહત્વનુ છે કે, રાજકોટમાં થયેલી મોટી દુર્ઘટના પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ પૂર્વ મેયર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી તાગ મેળવ્યો હતો ઉપરાંત મુખ્યમંત્રીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. આવતીકાલે માધાપર ચોકડી બ્રિજનું મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમને પણ રદ રાખવામાં આવ્યો છે. સીએમ વર્ચ્યુલી કાર્યક્રમમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *