એઆઈએમઆઈએમ સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કોંગ્રેસના નેતાએ પડકાર્યા

હૈદ્રાબાદ
એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પડકાર ફેક્યો છે જેમાં તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવા કહ્યું છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આગામી લોકસભાની ચૂંટણી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી લડવાનો પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે ઓવૈસી હૈદરાબાદના સાંસદ છે. સુત્રોમાંથી મળતા સમાચાર અનુસાર ગઈકાલે એઆઈએમઆઈએમ સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ઘણું કહેશે. ગમે તે થાય, હું તૈયાર છું. કોંગ્રેસના શાસનમાં બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
હાલમાં જ સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું છે, જેમાં એઆઈએમઆઈએમ સિવાય તમામ વિરોધ પક્ષોએ બિલની સમર્થનમાં મતદાન કર્યું હતું. આના પર ઓવૈસીએ નામ લઈને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આરજેડીને પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તમે સંસદમાં મુસ્લિમનું નામ પણ ન લીધું. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ યાદવની પાર્ટી આરજેડી સંસદમાં મુસ્લિમનું નામ લેવામાં ડરે છે. મેં સંસદમાં ઉભા થઈને કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ અને ઓબીસીને આરક્ષણ મળવું જોઈએ.
