વર્લ્ડ કપમાં પ્રથમ વખત મેચમાં ચાર સદીનો રેકોર્ડ

Spread the love

પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ 1992માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં 264 રનના ટાર્ગેટનો પીછો  કરી વિજય બાદ તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું

હૈદ્રાબાદ

પાકિસ્તાને અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 8મી મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવી ઘણાં એતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ જીતનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. હવે પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપમાં કોઈ એક ટીમ સામે સતત મેચ જીતનાર ટીમ બની ગઈ છે. આ મેચમાં પાકિસ્તાને વન-ડે વર્લ્ડ કપનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને ગઈકાલે પોતાની બીજી મેચ શ્રીલંકા સામે રમી હતી, જેમાં 4 વિકેટ ગુમાવી પાકિસ્તાને 345 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી અને 48.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. વન-ડે વર્લ્ડ કપમાં આ સૌથી મોટા ટાર્ગેટ ચેઝનો રેકોર્ડ છે. આ પહેલા પાકિસ્તાને વન-ડે વર્લ્ડ કપ 1992માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં 264 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

વન-ડે વર્લ્ડ કપમાં પહેલીવાર આવું બન્યું હતું જયારે એક જ મેચમાં પાકિસ્તાનના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ સાથે જ વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ પહેલીવાર એવું બન્યું હતું જયારે એક મેચમાં 4 સદી ફટકારવામાં આવી હોય. ઓવરઓલ વન-ડે આ ત્રીજી વખત બન્યું છે. આ સિવાય પણ આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા.

વન-ડે વર્લ્ડ કપમાં એક જ ટીમ સામે સતત જીતનો રેકોર્ડ

8 – પાકિસ્તાન વિ. શ્રીલંકા*

7 – ભારત વિ. પાકિસ્તાન

6 – વેસ્ટ ઈન્ડિઝ વિ. ઝિમ્બાબ્વે 

વન-ડે વર્લ્ડ કપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ

345, પાકિસ્તાન વિ. શ્રીલંકા, હૈદરાબાદ, 2023*

328, આયર્લેન્ડ વિ. ઈંગ્લેન્ડ, બેંગલુરુ, 2011

322, બાંગ્લાદેશ વિ. વેસ્ટ ઈન્ડિઝ, ટોન્ટન, 2019

319, બાંગ્લાદેશ વિ. સ્કોટલેન્ડ, નેલ્સન, 2015

313, શ્રીલંકા વિ. ઝિમ્બાબ્વે, ન્યૂ પ્લાયમાઉથ, 1992

વનડેમાં પાકિસ્તાની વિકેટકીપરનો સર્વોચ્ચ સ્કોર

131* – મોહમ્મદ રિઝવાન વિ. શ્રીલંકા, હૈદરાબાદ, 2023*

124 – કામરાન અકમલ વિ. વેસ્ટ ઈન્ડિઝ, બ્રિસ્બેન, 2005

116* – કામરાન અકમલ વિ. ઓસ્ટ્રેલિયા, અબુ ધાબી, 2009

115 – મોહમ્મદ રિઝવાન વિ. ઓસ્ટ્રેલિયા, શારજાહ, 2019

વનડેમાં પાકિસ્તાની વિકેટકીપર તરીકે સદીનો રેકોર્ડ

5 – કામરાન અકમલ

3 – મોહમ્મદ રિઝવાન*

2 – સરફરાઝ અહેમદ

1 – ઉમર અકમલ

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *