માય ભારત પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ પર જોડાશે, આ પ્લેટફોર્મ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરાશે

નવી દિલ્હી
વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘માય ભારત’ પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ તેના પર જોડાશે. આ પ્લેટફોર્મ ભારતને બનાવવાનું સપનું સાકાર કરશે. આના દ્વારા યુવાનો તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે. આ પ્લેટફોર્મ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ જ દિવસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશ દરેક માટે પ્રાથમિકતા છે. ભારતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અમે માય ભારતપ્લેટફોર્મ લઈને આવ્યા છીએ. તે યુવાઓની ભાગીદીરી માટે જ છે.
તમે પણ ભારત જોડવાની વાત કરી રહ્યા છો અને કોંગ્રેસ પણ ભારત જોડો યાત્રાની વાત કરી રહી છે તેવા સવાલ પર અનુરાગ ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું કે, દરેક વ્યક્તિએ દેશને જોડવો જોઈએ પરંતુ ભાવના સાચી હોવી જોઈએ.