પિથોરાગઢ જિલ્લામાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Spread the love

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા, ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી

પિથરાગઢ

ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. ગઈકાલે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં ગઈકાલે આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી.

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *