રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરતા મોટી દુર્ઘટના ટળી
સેંગોટ્ટાઈ
તમિલનાડુના સેંગોટ્ટાઈ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સેંગોટાઈ સ્ટેશન પર આવી રહેલી ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોચમાં તિરાડ જોવા મળી હતી. ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરી હતી.
દક્ષિણ રેલવેએ માહિતી આપી કે, ગઈકાલે બપોરે 3:36 વાગ્યે તમિલનાડુના સેંગોટ્ટાઈ સ્ટેશન પર ટ્રેન નંબર 16102 (કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસ)ના S3 કોચમાં તિરાડ જોવા મળી હતી. રેલવે સ્ટાફે તરત જ કોચને ટ્રેનથી અલગ કરી દીધો અને મુસાફરોને અન્ય કોચમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ ટ્રેનમાં કોચ બદલી નાખવામાં આવ્યો હતો. ટ્રેનને લગભગ 4:40 કલાકે આગળ રવાના કરવામાં આવી હતી.
દક્ષિણ રેલવેએ જણાવ્યું કે ક્રેકની જાણ થતાં જ સ્ટાફે કાર્યવાહી કરી અને કોચ બદલી નાખ્યો. તેમણે કહ્યું કે ક્રેક ડિટેક્શન સ્ટાફને તેમની સતર્ક દેખરેખ માટે પ્રશંસા કરવામાં આવશે અને ડિવિઝનલ રેલવે મેનેજર, મદુરાઈ ડિવિઝન દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.