ભારતના ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ હેંગ ગ્લાઈડરના સંચાલન અને સલામતી અંગેના નવા નિયમો અમલમાં મૂક્યા
નવી દિલ્હી
હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં હેંગ ગ્લાઈડર સાથે પ્રવેશ કર્યા બાદ ભારતના ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ હેંગ ગ્લાઈડરના સંચાલન અને સલામતી અંગેના નવા નિયમો અમલમાં મૂક્યા છે.
ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ દ્વારા સુધારેલા આ નિયમો અનુસાર હવે કોઈપણ વ્યક્તિ એવિએશન રેગ્યુલરિટી દ્વારા મંજૂર કરાયેલા પરીક્ષક અથવા પ્રશિક્ષકની પરવાનગી વગર હેંગ ગ્લાઈડર ઉડાવી શક્શે નહીં. આ ઉપરાંત ડીજીસીએએ પ્રશિક્ષક બનવા માટેની લાયકાત વિશે પણ માહિતી આપતા કહ્યું હતું કે એવી વ્યક્તિ હશે જે સંચાલિત હેંગ ગ્લાઈડર પર 50 કલાક અને ટ્વીન મશીન પર 10 કલાક ઉડાન ભરશે. રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળ્યા બાદ આવી વ્યક્તિ લોકોને હેંગ ગ્લાઈડર ઉડાવવા માટે અધિકૃત કરી શકે છે. આ સિવાય ડીજીસીએએ આવા એરક્રાફ્ટને ઓપરેટ કરવા માટે લાયક માટે પણ માપદંડો નક્કી કર્યા છે જેમાં કોઈપણ વ્યક્તિ પાસે જો 25 કલાકના ફ્લાઈંગ ટાઈમ સાથે કોમર્શિયલ પાઈલટ લાઈસન્સ ન હોય તો તે વ્યક્તિ પાવર્ડ હેંગ ગ્લાઈડર ઉડાવી શક્શે નહીં.
આ નિયમોમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે પાવર્ડ હેંગ ગ્લાઈડર ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્ર રજૂ કર્યા વગર કોઈપણ વ્યક્તિ અથવા પેઢીને વેચી કે સ્કેપમાં આપી શકાશે નહીં. ડીજીસીએ ગૃહ મંત્રાલય તરફથી હેંગ ગ્લાઈડર ખરીદનારની તપાસ કર્યા બાદ જ વેચવા અથવા સ્ક્રેપ કરવા માટે માલિકને પ્રમાણપત્ર ઈશ્યું કરશે. આ ઉપરાંત નિયમોમાં કહેવામાં આવ્યુ છે કે હેંગ ગ્લાઈડર ખરીદવા અથવા બનાવવાની ઈચ્છા ધરાવતી કોઈપણ વ્યક્તિ અથવા પેઢીએ ડીજીસીએ દ્વારા ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી પડશે. આ સિવાય તેઓએ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી સુરક્ષા જરૂરિયાતોનું પાલન કરવું પડશે.