ન્યૂઝીલેન્ડ માટે 100 વિકેટ ઝડપનારો સેન્ટનર બીજો કીવી સ્પિનર

Spread the love

આ પહેલા માત્ર ડેનિયલ વિટોરી જ આવું કરી શક્યો હતો

નવી દિલ્હી

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 289 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 34.4 ઓવરમાં 139 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે મિચેલ સેન્ટનર અને લોકો ફર્ગ્યુસને 3-3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ મિચેલ સેન્ટનરે એક ખાસ લીસ્ટમાં જગ્યા મેળવી લીધી છે. સેન્ટનર 100 વિકેટ લેનાર બીજો સ્પિનર બની ગયો છે. આ પહેલા માત્ર ડેનિયલ વિટોરી જ આવું કરી શક્યો હતો.

https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-8096200923666860&output=html&h=280&slotname=4992586231&adk=2616038896&adf=365078939&pi=t.ma~as.4992586231&w=828&fwrn=4&fwrnh=100&lmt=1697699228&rafmt=3&format=828×280&url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fsports%2Fworld-cup-2023-nz-vs-afg-most-odi-wickets-by-new-zealand-spinner-mitchell-santer-daniel-vettori&fwr=0&rpe=1&resp_fmts=1&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTUuMC4wIiwieDg2IiwiIiwiMTE4LjAuNTk5My44OCIsW10sMCxudWxsLCI2NCIsW1siQ2hyb21pdW0iLCIxMTguMC41OTkzLjg4Il0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTE4LjAuNTk5My44OCJdLFsiTm90PUE_QnJhbmQiLCI5OS4wLjAuMCJdXSwwXQ..&dt=1697699228144&bpp=1&bdt=6650&idt=1&shv=r20231011&mjsv=m202310120101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D97762e7b3d7ec91e-223f1e8af0e400ba%3AT%3D1697693973%3ART%3D1697698490%3AS%3DALNI_Mazzy2NdELJlaALe57KWp_etK42-A&gpic=UID%3D00000c673f05e1f3%3AT%3D1697693973%3ART%3D1697698490%3AS%3DALNI_MaWMDoCZiNZJnGyPLcn1_EIopXQzA&prev_fmts=0x0%2C416x280&nras=1&correlator=2056716293127&frm=20&pv=1&ga_vid=595291025.1697694512&ga_sid=1697699226&ga_hid=75620434&ga_fc=1&u_tz=330&u_his=1&u_h=1080&u_w=1920&u_ah=1032&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=324&ady=2116&biw=1903&bih=923&scr_x=0&scr_y=2592&eid=44759876%2C44759927%2C44759837%2C44805113%2C44805533%2C44805681%2C44805920%2C31078301%2C31078890%2C31078663%2C31078665%2C31078668%2C31078670&oid=2&pvsid=190040724245402&tmod=374196560&uas=3&nvt=1&ref=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1032%2C1920%2C923&vis=1&rsz=%7C%7CoeE%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=12&uci=a!c&fsb=1&xpc=U5UBhhaese&p=https%3A//www.gujaratsamachar.com&dtd=6 ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર્સની લીસ્ટમાં ડેનિયલ વિટોરી ટોપ પર છે. વિટોરીએ વનડે ફોર્મેટમાં 305 વિકેટ ઝડપી છે. આ લીસ્ટમાં મિચેલ સેન્ટનર બીજા નંબર પર છે. સેન્ટનરે 102 વિકેટ ઝડપી છે. આ લીસ્ટમાં ત્રીજા નંબર પર નાથન મેક્કુલમ છે. મેક્કુલમે ન્યુઝીલેન્ડ માટે વનડેમાં 63 વિકેટ ઝડપી છે. ત્યારબાદ ઈશ સોઢી 61 વિકેટ સાથે ચોથા નંબરે છે.

મિચેલ સેન્ટનરે અફઘાનિસ્તાન સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 7.4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે મિચેલ સેન્ટનર હવે વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લીસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. સેન્ટનરે અત્યાર સુધી 4 મેચમાં 15.09ની એવરેજથી 11 વિકેટ ઝડપી છે. આ પછી બીજા સ્થાને ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી છે. હેનરીએ 4 મેચમાં 18ની એવરેજથી 9 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહ ત્રીજા નંબર પર છે. જસપ્રીત બુમરાહે 3 મેચમાં 11.62ની એવરેજથી 8 વિકેટ ઝડપી છે.   

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *