આ અનોખા સર્જનનું અનાવરણ જાણીતા ક્રિકેટર દિનેશ કાર્તિક, વકાર યુનિસ અને લિઝા સ્થલેકરની હાજરીમાં થયું

મુંબઈ
આઈટીસી લિ.ની ઘરઆંગણે વિકસાવાયેલી લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફેબલે ઍક્સક્વિઝિટ ચોકલેટ આ વર્ષે ચોકલેટપ્રેમીઓને લલચાવવા માટે અવનવું સર્જન લાવવાનું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ – વિશ્વ એક પરિવાર છે એ લાગણીથી પ્રેરિત થઈ, ફેબલે પોતાનું નવતર નાવીન્ય રજૂ કરી રહ્યું છે – ફેબલે વન અર્થ કલેક્શન. આઈટીસી શેરટોન, નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, ફેબલે એ જાણીતા ઑસ્ટ્રેલિયન ફૂડ ક્રિટિક અને ટીવી પ્રેઝન્ટર શૅફ ઍન્ડી ઍલન સાથેના વ્યૂહાત્મક જોડાણમાં વૈશ્વિક ફ્લૅવર્સ અને સંસ્કૃતિઓના આ સ્વાદિષ્ટ ફ્યુઝનું અનાવરણ કર્યું હતું.
આ સિગ્નેચર લક્ઝરી ચોકલેટ ચીવટપૂર્વક શ્રેષ્ઠતમ સામગ્રીઓ અને કોકોઆ સાથે હાથથી રચવામાં આવી છે. તેમાં 10 અનોખા ટ્રફલ્સનો સમાવેશ થાય છે, આ દરેક ખરા અર્થમાં વિશ્વભરના રાષ્ટ્રોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે – જેમાં અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લૅન્ડ, ભારત, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, શ્રી લંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
‘ફેબલે વન અર્થ’ના લૉન્ચની ઉજવણી કરવા માટેના કાર્યક્રમમાં રમતગમત અને ક્રિકેટના વિશ્વ સાથે સંકળાયેલી ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી. દિનેશ કાર્તિક – ભારતીય વ્યાવસાયિક ક્રિકેટર અને કૉમેન્ટેટર, વકાર યુનિસ – પાકિસ્તાની ક્રિકેટ કૉચ, અને લિઝા સ્થલેકર – ઑસ્ટ્રેલિયન ક્રિકેટ કૉમેન્ટેટર, ભૂતપૂર્વ ક્રિકેટર અને ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાનીએ એકતા અને સમુદાયના સારતત્વના સન્માન તરીકે ‘વન અર્થ’ એકમેક સાથે વહેંચી હતી.
ફેબલે વન અર્થના લૉન્ચ પ્રસંગે રોહિત ડોગરા, ચિફ ઑપરેટિંગ ઑફિસર – ચોકલેટ, કૉફી, કન્ફૅક્શનરી ઍન્ડ ન્યુ કૅટેગરી ડેવલપમેન્ટ, ફૂડ્સ ડિવિઝન, આઈટીસી લિમિટેડએ જણાવ્યું હતું કે, “ચોકલેટ પ્રેમીઓને ખરા અર્થમાં વિશ્વ-સ્તરીય અનુભવ આપવા પ્રત્યે ફેબલે સમર્પિત છે.
