કેનેડાના દાવા પર વિવાદનું કોઈ કારણ જ નથીઃ ઓસી. ગુપ્તચર એજન્સીના પ્રમુખ

Spread the love

આ ટિપ્પણી માઈક બર્ગેસ અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત પાંચ દેશોના ગુપ્તચર સંગઠન ફાઈવ આઈઝની એક ઐતિહાસિક બેઠકમાં કરી


સિડની
ઓસ્ટ્રેલિયાઈ ગુપ્તચર એજન્સીના પ્રમુખે કેનેડા દ્વારા ભારત સામે લગાવાયેલા આરોપો પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. કેનેડાએ લગાવેલા આરોપો પર એક મહિના બાદ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સીના નિર્દેશક માઈક બર્ગેસનું કહેવું છે કે કેનેડાના દાવા પર વિવાદ કરવાનું કોઈ કારણ જ નથી. તેમણે આ ટિપ્પણી અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત પાંચ દેશોના ગુપ્તચર સંગઠન ફાઈવ આઈઝની એક ઐતિહાસિક બેઠકમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાનો આરોપ લાગ્યો હતો. જેના બાદથી ભારત અને કેનેડા વચ્ચે ભારે વિવાદની સ્થિતિ જોવા મળી રહી છે.
ફાઇવ આઈઝમાં પાંચ દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, બ્રિટન અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. આ તમામ સભ્ય દેશો એકબીજા સાથે મહત્ત્વપૂર્ણ ગુપ્તચર જાણકારી શેર કરે છે અને સુરક્ષા પ્રયાસોમાં પણ સહયોગ કરે છે. ફાઇવ આઈઝના સભ્ય કેનેડા દ્વારા ભારત પર લગાવેલા આરોપો અંગે એક સવાલના જવાબમાં બર્ગેસે કહ્યું કે આ મામલે કેનેડિયન સરકારે જે કહ્યું છે તે ના પર સવાલો ઊઠાવવાનું કોઈ કારણ જ નથી.
એક અહેવાલોમાં દાવો કરાયો છે કે બર્ગેસે કહ્યું છે કે તેમાં કોઇ શંકા નથી કે જો કોઈ દેશ પર બીજા દેશના નાગરિકોની હત્યાનો આરોપ લગો છે તો આ એક ગંભીર મામલો બની જયા છે. આ એક એવું કામ છે જે અમે નથી કરતા અને બાકી દેશોએ પણ આવું કોઈ કામ ન કરવું જોઇએ. બર્ગેસેને જ્યારે સવાલ કરાયો કે શું ઓસ્ટ્રેલિયામાં (Australia) ભારતીય એજન્ટો દ્વારા કોઈને નિશાન બનાવવામાં આવી શકે છે? તો તેમણે કહ્યું કે તેના વિશે હું કંઈ કહી ના શકું. પણ હું આશ્વાસન આપું છું કે જ્યારે પણ એવું કંઈ ખબર પડશે કે બીજા દેશની સરકાર અમારા દેશમાં હસ્તક્ષેપ કરી રહી છે કે પછી એવી કોઈ યોજના બનાવી રહી છે તો અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *