ખરેખર કેનેડાના વિદેશમંત્રીની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે
ટોરેન્ટો
કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કેનેડા તેની સામે કોઇ બદલાની કાર્યવાહી નહીં કરે.
ખરેખર કેનેડાના વિદેશમંત્રીની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તે આમ નહીં કરે તો તેમનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતનું આ પગલું અયોગ્ય છે અને રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
દરમિયાન કેનેડાના વિદેશમંત્રીએ કહ્યું કે ભારતની કાર્યવાહીને લીધે અમે અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. તેમણે કહ્યું જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષાના નિયમને તોડવા દઈશું તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણોસર અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 એવા લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં સરે શહેરના એક ગુરુદ્વારામાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ કેનેડા સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે આ હત્યામાં ભારતનો હાથ છે. આ પછી સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદમાં આવ્યા અને ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. તેમજ ઓટાવામાં હાજર ભારતના ટોચના રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે.