હમાસ સામાન્ય નાગરિકો પર કેમિકલ એટેક કરી શકે છેઃ હરજોગ

Spread the love

હરજોગે કહ્યું છે કે હમાસના આતંકીઓ પાસે ફ્લેશ ડ્રાઈવ હોવાની બાતમી મળી છે

જેરૂસલેમ

હમાસ વિરુદ્ધ ઈઝરાયલે કાર્યવાહી ઝડપી બનાવી છે. દરમિયાન ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરજોગે પેલેસ્ટિની સમૂહ હમાસના તાર ખૂંખાર આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડી દીધા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે હમાસ હવે સામાન્ય નાગરિકો પર ગમે ત્યારે કેમિકલ એટેક કરી શકે છે. 

આંકડા જણાવે છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 6000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર હરજોગે કહ્યું છે કે હમાસના આતંકીઓ પાસે ફ્લેશ ડ્રાઈવ હોવાની બાતમી મળી છે. ઈઝરાયલી ક્ષેત્રોમાં મળી આવેલા આતંકીઓના શબ પાસેથી ફ્લેશ ડ્રાઈવ્સ મળ્યાં છે જેમાં રહેણાંક વિસ્તારોમાં કેમિકલ હથિયારોનો ઉપયોગ કરવા અને તેને લગાવવાની માહિતી અપાઈ છે. અલ કાયદા સંબંધિત 2003ના દસ્તાવેજોથી એવા સંકેતો મળી રહ્યા છે કે બંને આતંકી સંગઠનો વચ્ચે લિંક છે અને મોટાપાયે હુમલો કરવા હમાસ કેમિકલ વેપન્સનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. 

ઈઝરાયલના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને મળેલી સામગ્રીથી એવું લાગે છે કે તેમની પાસે એવા ડિવાઈસ તૈયાર કરવાના નિર્દેશો હતા જેની મદદથી મોટાપાયે સાયનાઈડ છોડી શકાય છે. તેમણે કહ્યું કે બાળકોના માથા વાઢી નાખવા, અપહરણ કરવા માટે એક ગાઈડ તૈયાર કરવા અને નરસંહારના ઉદ્દેશ્યથી કેમિકલ હથિયારોનો ચલાવવાના નિર્દેશ સાથે રાખવા એવી પેટર્ન્સ છે જે જણાવે છે કે હમાસ આઈએસઆઈએસની જેમ દેખાવાનો પ્રયાસ કરી રહ્યો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *