અમેરિકામાં વર્ષમાં જ 1400 જેટલા સીઈઓએ રાજીનામા આપ્યા

Spread the love

કોરોના અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે

વોશિંગ્ટન

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. માહિતી અનુસાર અમેરિકામાં મોટાપાયે સીઈઓ (સીઈઓ)એ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે જ આશરે 1400 જેટલાં મુખ્ય કાયર્કારી અધિકારીઓએ (સીઈઓ) રાજીનામા ધરી દીધા છે. 

https://bfd9920680b04e7206f1bf2349d8920a.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html જોકે 2022ના આંકડા સાથે સીઈઓના રાજીનામાઓની તુલના કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 50 ટકાથી વધુ સીઈઓ રાજીનામા આપી ચૂક્યા છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે 2022માં રેકોર્ડ લેવલ પર રાજીનામા પડ્યા હતા પણ 2023માં સૌથી વધુ સીઈઓ નોકરી છોડી છે. આ ડેટામાં ઓછામાં ઓછા 10 કર્મચારીઓ અને બે વર્ષ સુધી અમેરિકી કંપનીઓ સાથે સીઈઓ પદ પર જોડાઈ રહેલા અધિકારીઓને જ સામેલ કરાયા છે. 

કોરોના મહામારી અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. બીજી બાજુ સીઈઓએ પણ રેકોર્ડ લેવલ પર રાજીનામા આપ્યા છે. જોકે મહામારી બાદ સ્થિતિ થોડીક સચવાઈ છે. 

સરકારી અને બિન લાભકારી ક્ષેત્રમાં સૌથી વધુ સીઈઓએ રાજીનામા આપ્યા હતા. આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે 350 લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ 85 ટકા વધુ છે. બીજા ક્રમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા સીઈઓ સામેલ છે અને તેમની સંખ્યા 140 જેટલી રહી છે જે 50 ટકા વધુ છે. જોકે આ સીઈઓમાં 22 ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે. ગત વર્ષે કુલ 24 ટકા સીઈઓ નિવૃત્ત થયા હતા. જોકે આવું કેમ થઈ રહ્યું છે તેનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નથી. તેમાંથી મોટાભાગના સીઈઓ કંપનીના બોર્ડમાં સામેલ થઈ ગયા છે કે પછી સલાહકાર તરીકે કામ ચાલુ રાખ્યું છે. જ્યારે મોટાભાગના લોકો બીજી કંપનીઓમાં જવાબદારી સંભાળી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *