કોહલી સામે રનઆઉટમાં સુર્યાની વિરાટ ભૂલ હોવાનો સંજય બાંગરનો મત

Spread the love

ઓફ સાઈડ પર શૉટ રમ્યા બાદ સુર્યાએ રન લેતા સમયે વિરાટ સામે જોયું નહીં અને દોડી ગયો


ધર્મશાલા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 95 રન બનાવીને ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં એક સમય એવો પણ આવ્યો જયારે ભારતીય ટીમને હારનો સામનો પણ કરવો પડી શકતો હતો. મેચના નિર્ણાયક સમયે સૂર્યકુમાર યાદવ રન આઉટ થયો હતો. પરંતુ તે પછી જાડેજા અને કોહલીએ 78 રનની ભાગીદારી કરી ભારતને જીત અપાવી હતી. સોશ્યલ મીડિયા પર સૂર્યાના રન આઉટને લઈને હોબાળો મચ્યો છે.
સૂર્યકુમાર યાદવના રન આઉટ થયા બાદ સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ હવે આ ચર્ચામાં જોડાયા છે કે આખરે વાંક કોનો હતો. સૂર્યાએ ઓફ સાઈડ પર શોટ માર્યો એ રન લેવા માટે દોડ્યો હતો. જયારે તે રન લેવા માટે દોડ્યો ત્યારે તે વિરાટ કોહલીની તરફ જોઈ રહ્યો ન હતો. તે જોયા વગર જ દોડીને કોહલી પાસે પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓથી ભૂલ થઇ હતી. જો કે સૂર્યાને ખબર હતી કે વિરાટની વિકેટ કેટલી મોટી છે. આ જ વિચારના કારણે તે પાછો ફરી ગયો અને રન આઉટ થયો હતો. પરંતુ અહિયાં ભૂલ સૂર્યાની છે, કારણ કે રન લેતા સમયે તેનો ધ્યાન કોહલીની તરફ નહીં પરંતુ શોટ મારેલી દિશાની તરફ હતું.
કોમેન્ટ્રી કરી રહેલા સંજય બાંગરે તરત જ કહ્યું કે ‘અહીં સૂર્યાની ભૂલ હતી. સૂર્યાએ પોતાના સાથી ખેલાડી તરફ નજર પણ ન કરી અને તેજ ગતિએ રન લેવા માટે દોડ્યો. બંને ખેલાડીઓએ આ સમયે રન લેતી વખતે એકબીજાને જોયા નહોતા. બંને વચ્ચે તાલમેલનો અભાવ અહીં સ્પષ્ટ દેખાય છે.’ જયારે સૂર્યા રન આઉટ થયો ત્યારે કોહલી પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેને વિશ્વાસ જ નહોતો થતો કે સૂર્યા આવી ભૂલ કેવી રીતે કરી શકે છે. રન આઉટ થયા બાદ સૂર્યાએ રીએક્ટ ન કર્યું કારણ કે તેને પણ એહસાસ થઇ ગયો હતો કે આ રન આઉટમાં તેની જ ભૂલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *